સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
અમરોલી માનસરોવર વિસ્તારમાં બસ અને બાઈક વચ્ચે અકસ્માત
બાઈક ચાલકનુ મોત નિપજ્યુ

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અમરોલી માનસરોવર વિસ્તારમાં બસ અને બાઈક સામસામે અથડાતા બાઈક ચાલકનુ મોત નિપજ્યુ હતું.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા માનસરોવર વિસ્તારમા એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચલાવતા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવતા કહ્યુ હતુ કે ઝડપી ગતિએ આવી રહેલી બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નિપજ્યુ હતું. અકસ્માતની જાણ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંથી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીએ બસ ચાલકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. તો બીજી તરફ મૃતક બાઈક ચાલકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *