સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં ચોકીનુ ઉદઘાટન
ત પોલીસ કમિશનર અને ઉધનાના ધારાસભ્યના હસ્તે ઉદઘાટન
સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં સુરત પોલીસ કમિશનર અને ઉધનાના ધારાસભ્યના હસ્તે બે પોલીસ ચોકીનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.
સુરતમાં વધતી વસ્તી અને પરપ્રાંતિયોની વધતી સંખ્યાને લઈ પોલીસ મહેકમ પણ વધારાઈ રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં નાગસેન નગર અને હાઉસિંગ ખાતે બે પોલીસ ચોકીનુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુંભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તો પોલીસ ચોકીઓ શરૂ થતા આઠ લાખ લોકોને તેનો લાભ મળશે.
