પાણી માટે વલખા મારતું ગામ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું સમલા ગામ
સુરેન્દ્રનગર જિલ્લો નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મેળવનાર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું સમલા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ ગામલોકો પાણીની એક-એક બૂંદ માટે વલખાં મારી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું સમલા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા મહિલાઓને ઉનાળાની શરૂઆતમાં ભર બપોરે ધોમધખતા તાપમાં પાણી માટે ભટકવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લો નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મેળવનાર જિલ્લો છે. દસાડા તાલુકાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું હોવાનો તંત્ર દાવો કરે છે. છતાં સ્થિતિ કફોડી છે. સ્થાનિક રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે. છતાં સમસ્યાનું નિરાકરણ નહિ આવતા હવે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. હાલ ઉનાળાની શરૂઆત છે, આગામી દિવસોમાં આ સમસ્યા વધુ વિકટ બની શકે છે.
કાળઝાળ ગરમી વચ્ચે આજે પણ અનેક ગામડાના લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે, હાલ પાણી માટે વલખા મારતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સમલા ગામમાં મહિલાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રસ્તા ઉપર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો છે, હજુ પણ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો લોકોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી