સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિને લઈ મનપા એક્શનમાં.
સીમાડા વિસ્તારમાં ખાડી બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ
સુરતમાં ખાડી પુરની સ્થિતિ વચ્ચે હવે તંત્ર એકશનમાં આવ્યુ હોય તેમ સીમાડા વિસ્તારમાં ખાડી બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સુરતમાં ખાડી પૂરની પરિસ્થિતિ બાદ હવે તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરત નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તંત્રએ કામગીરી શરૂ કરી છે. સુરતના સીમાડા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
