સુરતમાં વિધર્મીએ લગ્નની લાલચ આપી બાળા સાથે આચર્યુ
દુષ્કર્મ કરી બાળાને ગર્ભવતી બનાવી નરાધમ ઈસમ ભાગી છુટયો
લીંબાયત પોલીસે યુપીના આગ્રા જઈ તેના ઘરેથી દબોચી લીધો
લીંબાયત વિસ્તારની સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ભાગી છુટેલા નરાધમ આરોપીને પોલીસે પકડી પાડી જેલના સળીયા ગણતો કરી દિધો છે.
આજથી દોઢ વર્ષ અગાઉ લીંબાયતમા રહેતી સગીર વયની બાળાને લીંબાયતના ગણેશનગર ખાતે રહેતા નરાધમ 21 લવકુશ ટુન્ડા સીકરવાર મુળ રહેવાસી આગરા ઉત્તરપ્રદેશનાઓએ બાળાને ફોસલાવી લગ્ન કરવાની લાલચે તેની પર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી નરાધમ ઈસમ ભાગી છુટયો હતો. આ બાબતની ફરીયાદ દોઢ વર્ષ પહેલા લીંબાયત પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડ઼ી પાડવામાટે ચક્રો ગતીમાન કર્યા હતા અને આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો તે આરોપી આગ્રા પોતાના વતનમાં છે તે માહીતી મળતાજ લીંબાયત પોલીસે યુપીના આગ્રા જઈ તેના ઘરેથી દબોચી લીધો હતો. અને સુરત લાવી વધુ તપાસ હાથ ધરી છે.