અમદાવાદમાં 9 નંબરની ફોર્ચ્યુનર ડિવાઇડર કૂદી STમાં અથડાઈ
ફોર્ચ્યુનર, એસટી બસ અને બ્રેઝા વચ્ચે ભયાનક ત્રિપલ અકસ્માત.
અકસ્માતમાં 21 વર્ષીય ધવલ વાઘેલાનું કરુણ મોત
આજે 18 જાન્યુઆરીના વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ફોર્ચ્યુનર ડિવાઈડર કુદી સામેના રોડ પર ઉતરી ગઈ જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુંનર કારમાં સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે, આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર નંબર GJ 18 EF 9નો કચ્ચરઘાણ બોલી ગયો છે. ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનુ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. આઈ.બી વાઘેલાના પત્ની પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. આઈ.બી વાઘેલા વકીલ પણ છે. રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા દેખાઈ રહ્યાં છે. ફોર્ચ્યુંનર કારમાં ધવલ ઈશ્વરસિંહ વાઘેલા અને યુવતી દેવાંશી યોગેશ પંડ્યા સવાર હતાં. અકસ્માત સ્થળેથી બન્નેને હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોક્ટરે ધવલને મૃત જાહેર કર્યા હતો, જ્યારે યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે, ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિક હળવો કર્યો હતો.
આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, સરખેજથી એક ફોર્ચ્યુનર કાર સ્પીડમાં ગાંધીનગર તરફ જઈ રહી છે. આ વચ્ચે ફોર્ચ્યુંનર કારના ચાલકે એક સફેદ કલરની કારને ઓવરટેક કરવા જતાં કાર ડિવાઈડરમાં અથડાઈને નીચેના રોડ પર ઉતરી જાય છે અને સામેથી આવતી એસટી બસમાં ટક્કરાઈ છે. આ ટક્કરથી બસનો ચાલક પણ કાબૂ ગુમાવે છે અને બસને ઉપરના રોડ પર ચડાવી દે છે. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
