હિન્દી ટીવીના સમાચાર સત્ય સાબિત થયા : તાપીમાં સંજય શાહા – દિનેશમેટ્રો – સંદીપ વિજય કરી રહ્યા છે રેતી ચોરી ?

Featured Video Play Icon
Spread the love

જાગૃત નાગરિક દ્વારા નિઝર તાલુકાના મામલદારને અરજી કરી ગેરકાયદેસર લીઝોને તાત્કાલિક બંધ કરવામાં આવે એવી માગ કરાઈ છે. નિઝર/કુકરમુંડા તાલુકાના બાલદા ગામની તાપી નદી કિનારે સંજય શાહા, દિનેશ મેટ્રો, સંદીપ, વિજય વગેરે ગેરકાયદેસર લીઝ (નાવડીઓ) ચલાવી રહયા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. બાલદા ગામમાં સરકારશ્રી તરફથી કોઈ લિઝ મંજુર કરવામાં આવેલ નથી તો કોના ઇસારાથી રેતી ખનન થઈ રહયું છે ?


ખુબજ મોટા પ્રમાણમાં નાવડીઓ ચલાવી આદિવાસી વિસ્તારમાં રેતી ચોરી કરી સરકારશ્રીની તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહયું છે. GPRS રીડિંગ દ્રારા વિડિઓ અને ફોટો પાડવામાં આવેલ છે તે GPRS રીડિંગમાં ખુલ્લેઆમ જોવાઈ છે કે પોતાનો હદવિસ્તાર છોડીને રેતી ચોરી કરવામાં આવી રહયું છે. જે સ્થાનિક અધિકારી અને તાપી જિલ્લાના ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ પણ નકારી નહીં શકે.
વ્યાવલ, જુના આશ્રવા, જુના પીપલાસ, જુના ગોરશા, સતોલા, વ્યાવલ, ઉબદ, ચોરગામ (વેલ્દા ) વગેરે લિઝ ધારકો પોતાના હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ચોરી કરી રહયા છે. જૂની આતુરલી ગામમાં નયનાબેન વસાવાની લિઝ મંજુર કરવામાં આવેલ છે પરંતુ જેટલો હદ વિસ્તાર લિઝ મંજુર કરવામાં આવેલ છે તે હદ વિસ્તાર છોડીને ગામની તાપી નદી તરફથી ગામની સિમા તરફ રેતી ચોરી કરવામાં આવી રહયું છે. ભવિષ્યમાં તાપી નદીમાં મહાપુર આવશે તો ગામમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો પડી જશે તો શુ સ્થાનિક અધિકારી અને તાપી ભૂસ્તર વિભાગના અધિકારીઓ જવાબદારી લેશે ?


હાલમાં તાપી નદીનું પાણી ઘટી જવાથી સાફ જોવાઈ રહયું છે કે કેટલીક લિઝો દ્રારા ગેરકાયદેસર રેતી ખનન થઈ રહી છે. તો પછી સ્થાનિક અધિકારી /તાપી ભૂસ્તર વિભાગના અધિકારીઓ કુંભકર્ણની ઉંઘમાં કેમ ઉંઘી ગયા છે એવા પ્રશ્ન લોક ચર્ચા થઈ રહી છે.
ચિંચોદા ગામની તાપીનદીના કિનારે ઘનશ્યામ નરસિંહ પટેલ લિઝ હોલ્ડર GPRS રીડિંગથી પોતાની હદવિસ્તારથી બહાર (ગેરકાયદેસર) રેતી ચોરી કરવામાં આવી રહયું છે. ધ્રુવ સ્ટોન કવરી ચિંચોદા પોતાની હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ખનન કરે છે. કોટલી ગામમાં જેટલી પણ લિઝો છે તે પણ પોતાની હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ચોરી કરે છે. જુના પીપલાસમાં અલ્પેશ પટેલ પણ હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ખનન કરે છે. નિઝર/કુકરમુંડામાં જ્યાં જુઓ ત્યાંથી રેતી ચોરી થતી હવાનો ગણગણાટ સાંભળવા મળે છે ત્યારે સ્થાનિક અધિકારીઓ /તાપી જિલ્લાના ખાન ખનીજ વિભાગના અધિકારીઓ આ બાબતે શુ ધ્યાન આપે છે. તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. તાપી નદી કિનારે આવેલા ગામડાઓમાં હાલ મોટેભાગે રેતી ખનન થઈ રહયું છે ત્યારે ઘણા રેતી ચોરો વગર પાસ-પરમટી(રોયલ્ટી વિના )રેતી ચોરી કરી કરોડો રૂપિયોનો સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહયા હોવાના ચર્ચાની એરણે ચઢ્યું છે. લીઝ મંજુર કરવામાં આવેલ નથી અને અડધી લિઝો પોતાની હદવિસ્તાર બહાર ચલાવીને રેતી ચોરી કરી રહયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે મહિનામાં તાપી નદીમાં પાણી ઘટવાથી લિઝો ક્યાં આવેલ છે અને ક્યાં ચલાવે છે તે GPRS રીડિંગ દ્રારા ખબર પડે છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને અને તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકારીઓને જાણે કોઈ ખબરની હોય એવુ જતાવે છે.
ગેરકાયદેસર લિઝ બાલદા ગામની તાપી નદીના કિનારે ચલાવે છે રેતી લિઝ કોઈપણ જાતના ઠરાવ વિના આ રેતી ચોરી કરવામાં આવી રહેલ છે. કોઈવાર તાપી જિલ્લાના ખાણ-ખનીજ વિભાગનું ચેકીંગ આવે ત્યારે પહેલા પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી લેવાય છે તો પછી નવાડીઓમાં GPRS રીડિંગ લગાવવામાં આવ્યું હશે ?
ખાણ-ખનીજ ચેકીંગ માટે આવે તો નાવડીઓ પોત પોતાની સ્થળ (જગ્યા) પર જતી રહે છે. જેના પરથી એવું પણ સ્પષ્ટ સમજી શકાય છે કે તાપી જિલ્લાની ખાણ-ખનીજ વિભાગના કર્મચારી /અધિકારીઓની આ રેતી ચોરી કરનારઓ સાથે સાંઠ ગાંઠ હોવી જોઈએ ? જેથી ચેકીંગ આવતા પહેલા જ રેતી ચોરોને એલર્ટ કરી દેવામાં આવે છે. ત્યારે આવા કર્મચારી/અધિકારીઓની બેદરકારીને લીધે સરકારી તિજોરીને લાખ્ખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહયું છે. ત્યારે જિલ્લા કલેકટર સ્થાનિક અધિકારીઓ અને જિલ્લાના ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર નજર રાખી આ બાબતે યોગ્ય તપાસ કરાવડાવે તો મોટા પ્રમાણમાં કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી ?
તમામ લિઝો દ્રારા તાપીનદીમાં કેમિકલયુક્ત ઓઇલ છોડવામાં આવે છે તે કેમિકલ ઓઇલની લીધે તાપી નદીમાં જે માછલિઓ રહે છે તે માછલીઓ મરણ પામે છે અને આદિવાસી સમાજના લોકો તાપી નદીમાં માછલાં પકડીને એમનું જીવન નિર્વાહ કરતા હતા પરંતુ જ્યારથી તમામ લિઝો તાપી નદીના સિમામાં લિઝો આવ્યા ત્યારથીજ તાપી નદીના કિનારે રહેતા આદિવાસી સમાજના લોકોની રોજીરોટી છીનવાય ગઈ છે. અને પાણીમાં કેમિકલ યુક્ત જેવા કે બાયો ડીઝલ જેનો ઉપયોગ તમામ નાવડીઓમાં કરવામાં આવે છે. જેથી તાપી નદીના પાણીમાં વધારે પ્રમાણમાં પ્રદુષણ થાય છે. લોકો તાપી જિલ્લાના તમામ લોકો તાપી નદીનું પાણી પીવે છે અને તાપી નદીના પાણી પીવાથી લોકોને ગંભીર બિમારી લાગી શકે છ. એનો જવાબદાર કોન રહશે ?
કુદરતી પ્રકૃતિને નુકસાન પણ કરી રહયા છે અને તાપી વિસ્તારમાં આદિવાસી સમાજ રહે છે અને પેસા એક્ટના આધાર પર આદિવાસીનો હક છે પરંતુ બહારથી આવનાર લૂખાતત્વઓ આવીને આદિવાસી સઁસ્કૃતિ નુકસાન પોહોંચાડવાનો પ્રયાસ કરી રહયા છે એટલા માટે નિઝર /કુકરમુંડા તાલુકાના તમામ તાપી નદી કિનારે વસવાટ કરતા આદિવાસી વિસ્તારમાં લિઝો બંધ કરવામાં આવે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *