ઉકાઈ-સોનગઢ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Featured Video Play Icon
Spread the love

ઉકાઈ-સોનગઢ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અસહ્ય ઉકળાટ બાદ સવારથી જ વિજળીના કડાકા અને ગાજવીજ વરસાદ
વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

તાપી જિલ્લાના સરહદી એવા ઉકાઈ અને સોનગઢ તાલુકામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ, ગરમી અને બફારા બાદ આજે વહેલી સવારના સમયે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો.

તાપી જિલ્લાના સરહદી એવા ઉકાઈ અને સોનગઢ તાલુકામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વિજળીના કડાકા-ભડાકા તથા ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. વહેલી સવારના પ્રારંભિક કલાકોમાં જ ખાબકેલા આ ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. અચાનક શરૂ થયેલા આ વરસાદના કારણે વહેલી સવારે નોકરીયાત વર્ગ, શાકભાજી વિક્રેતાઓ અને ધંધાર્થે નીકળેલા સ્થાનિક લોકો થોડીવાર માટે મુશ્કેલીમાં મુકાયા હતા.સોનગઢના મુખ્ય બજાર વિસ્તારના માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ છત્રી અને રેઈનકોટના સહારે અવરજવર કરતા નજરે પડ્યા હતા, જ્યારે દ્વિચક્રી વાહનચાલકોએ વરસાદથી બચવા માટે આસપાસની દુકાનોના ઓટલા કે સુરક્ષિત સ્થાનો પર આશરો લેવાની ફરજ પડી હતી. જો કે, બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીથી ત્રસ્ત સ્થાનિક રહીશોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે. માત્ર થોડા જ સમયના ધોધમાર વરસાદમાં સમગ્ર વાતાવરણમાં એકાએક ભારે ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને બફારામાંથી મુક્તિ મળી હતી. ચોમાસાની શરૂઆત જેવા આ પ્રથમ વરસાદને પગલે સ્થાનિક ધરતીપુત્રોમાં કહી ખુશી કહી ગમ ની ની લાગણી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *