સુરતમાં આગના બનાવો વચ્ચે પાલના બેલીઝિમો મોલમાં આગ
મોલની રેસ્ટોરન્ટના કિચનમાં અચાનક આગ લાગતા ભાગદોડ
આગની ઘટનાથી મોલમાં અફરાતફરીનો માહોલ
સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પાલ ગૌરવપથ રોડ પર બેલીઝિમો મોલમાં આવેલી રેસ્ટોરન્ટના કિચનમં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતના પાલ ગૌરવ પથ રોડ પર આવેલા બેલીઝિમો મોલમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. મોલના ફર્સ્ટ ફ્લોર પર આવેલા આરકે થાળી રેસ્ટોરન્ટના બેન્ક્વેટ હોલના કિચનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે કિચન વિસ્તારમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગની તપાસ દરમિયાન કિચનમાં હવાની અવરજવર માટે યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા ન હોવાનું તેમજ ગેસના બાટલા પણ મળી આવ્યા હતા. ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
