સાંતલપુર મામલતદાર કેસમાં 11 લોકો સામે એફઆઈઆર

Featured Video Play Icon
Spread the love

સાંતલપુર મામલતદાર કેસમાં 11 લોકો સામે એફઆઈઆર
20 લાખની માંગણી અને બ્લેકમેઇલિંગનો ખેલ
ગેંગ તેમને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ

સાંતલપુરના મામલતદારે પોતાની જીવનલીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો છે. છ લોકોની એક ગેંગ તેમને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળી સાંતલપુરના મામલતદારે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો એક વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે જાણ થતાની સાથે થરાદ મામલતદાર અને થરાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અત્યારે મામલતદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. મામલતદાર દિનેશભાઈ પંડ્યાએ એક વીડિયો વાયરલ કર્યો અને સાથે એક સુસાઈડ નોટ લખીને રાત્રે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ થરાદમાં આવેલા પોતાના વતન વજેગઢમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે હાલત ગંભીર હોવાના કારણે તેઓ પાલનપુરમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે, 20 લાખની માંગણી અને બ્લેકમેઇલિંગનો ખેલ ખુલ્લો પડતા પોલીસ એક્શનમાં આવતા સાંતલપુર મામલતદાર કેસમાં 11 લોકો સામે પોલીસે FIR દાખલ કરી છે

વાયરલ થયેલા વીડિયોમાં મામલતદાર ડી. ડી. પંડ્યાએ પોતાના આપવીતી જણાવી છે. આ વીડિયોમાં ભાણેજ સહિત કુલ છ જેટલા લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે, આ લોકો તેમને ધમકી અને બ્લેકમેઈ કરી રહ્યાં હતા, એટલું જ નહીં પરંતુ આ લોકો માનસિક રીતે ત્રાસ આપી રહ્યાં હતા. આ છ લોકોની ગેંગે મામલદાર પાસે રૂપિયા 20 લાખની માંગણી પણ કરી હતી. વાયરલ વીડિયો પ્રમાણે મામલતદારના ભાણેજ સહિત 6 લોકોએ તેમની સામે એસીબીમાં ખોટી ફરિયાદ પણ દાખલ કરાવી હતી. આ સાથે કોઈ યુવતી સાથે ખોટા ફોટા બનાવી બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યાં હતાં…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *