પાણી માટેની માગ કરવા માટે ખેડૂતોએ અનોખા અંદાજમાં રજૂઆત કરી.

Featured Video Play Icon
Spread the love

પાણી માટેની માગ કરવા માટે ખેડૂતોએ અનોખા અંદાજમાં રજૂઆત કરી.
બનાસકાંઠામાં પાણીના અભાવે ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન.
ખાલી કેનાલમાં ઉતરીને સનેડો ગાઈ સરકારને ખેડૂતોએ કરી રજૂઆત.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સિંચાઈ માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ રાત્રે કેનાલમાં બેસીને સનેડા ગાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોના આ અનોખા વિરોધ પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિંચાઈના પાણીની સમસ્યાથી પરેશાન ખેડૂતોએ લોકગીતના માધ્યમથી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા તેઓ સરકાર પાસેથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ કોરી કેનાલમાં બેસીને ગાયેલા સનેડામાં “નેરમાં પાણી નથી આવતું” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તેમણે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *