ગ્રહોને શાંત અને મજબૂત કરવાનો એક ઉપાય રોટલી છે, જ્યોતિષ શાસ્ત્રમાં 6 સરળ ઉપાય છે જે જાણો અને યોગ્ય લાગે તો અમલ જરૂર કરજો.
1, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય તો તે વ્યક્તિએ રોજ રોટલી ઉપર સરસવનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવવું જોઈએ. માન્યતાઓ અનુસાર આમ કરવાથી રાહુ દોષ સમાપ્ત થાય છે.

2, જો શનિની સાડાસાતી કે ઘૈયા ચાલી રહી છે અને શનિ તમને પરેશાન કરી રહ્યા છે તો અમાવસ્યા કે અઠવાડિયાના કોઈપણ શનિવારે ગાયને બે રોટલી અને ખીર ખવડાવો. માન્યતા અનુસાર આમ કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.
3, નવ ગ્રહોની શાંતિ માટે અને પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પક્ષીઓને પાંચ રોટલીના નાના ટુકડા કરીને ખવડાવવી જોઈએ. આમ કરવાથી પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે.
4, રોજ બનતી રોટલીમાંથી છેલ્લી રોટલી કાઢીને કાળા કૂતરાને ખવડાવો. આ ઉપાયથી પારિવારિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં શાંતિ રહે છે.
5, ઘરમાં રોજ બનતી રોટલીમાંથી પહેલી રોટલી ગાય માટે બહાર કાઢવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

6, રોટલીમાં થોડો ગોળ નાખીને રોજ ગાયને ખવડાવો. માન્યતા અનુસાર આમ કરવાથી વૈવાહિક સંબંધોમાં હંમેશા મધુરતા રહે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
