માંગરોળની ધોળીકુઇ-જીનોરા ગ્રામ પંચાયત સમરસ
સરપંચ સહિત તમામ પદો બિનહરીફ,
ગ્રામજનોએ ફટાકડા ફોડી મિઠાઇ વહેંચી
માંગરોળ ની ધોળીકુઈ ઝીનોરા, ગ્રુપ ગ્રામ પંચાયત અને વાંસોલી ગ્રામ પંચાયત સમરસ બની, બંને ગ્રામ પંચાયતોને 25 લાખના વિકાસ કામોની ભેટ મળશે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો
માંગરોળ તાલુકાની ધોળીકૂઈ જીનોરા ગ્રુપ ગ્રામ પંચાયત અને વાંસોલી ગ્રામ પંચાયત સમરસ બનતા ગ્રામજનો એ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો માંગરોળ તાલુકાની 21 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે બે ગ્રામ પંચાયતોમાં સરપંચની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ઉમેદવારી નોંધાવાના અંતિમ દિવસે ધોળીકુઈ જીનોરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે માત્ર જયેશભાઈ તારાસીંગભાઇ વસાવા અને સભ્યપદ માટે જશુબેન ભરતભાઈ ચૌધરી દીપકભાઈ ભગુભાઈ ચૌધરી શર્મિલાબેન રજનીકાંત વસાવા દશરથભાઈ વેલજીભાઈ વસાવા રાહુલભાઈ મહેશભાઈ વસાવા સુરજબેન બાબુભાઈ વસાવા માધવીબેન જીગ્નેશભાઈ વસાવા નરેન્દ્રભાઈ રામસિંગભાઈ વસાવા સહિતના સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી આગેવાન દીપકભાઈ વસાવા એ આ ગ્રામ પંચાયત સમરસ બને તેવા પ્રયાસો કર્યા હતા જેને સફળતા મળી હતી જેથી સરપંચ અને તમામ પેનલના સભ્યો બિનહરીફ થયા છે માંગરોળ મામલતદાર કચેરી ખાતે તમામ નવા સુકાનીઓ નું સન્માન કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો વાંસોલી ગ્રામ પંચાયત માં સરપંચ પદ માટે કનુભાઈ ગોપાલભાઈ વસાવા એ ઉમેદવારી નોંધાવી હતી સાથે અન્ય પેનલના સભ્યો જીનલબેન ચિન્મયભાઇ પટેલ ભગવતી રમેશભાઈ પટેલ અરુણભાઈ મગનભાઈ પટેલ યોગેશભાઈ રાજુભાઈ વસાવા નરેન્દ્રભાઈ નારુભાઈ પરમાર દક્ષાબેન બાબુભાઈ વસાવા રેખાબેન ગુમાનભાઈ વસાવા અને રાકેશભાઈ બાલુભાઈ વસાવા સામે કોઈ ઉમેદવારી નહીં નોંધાતા તેઓ બિનહરીફ વિજેતા થયા હતા પ્રભાતભાઈ પટેલ સહિતના આગેવાનોએ નવા વિજેતાઓને અભિનંદન આપ્યા હતા માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ અગાઉ સમરસ ગ્રામ પંચાયતોને 25 લાખના વિકાસ કામોની ભેટ આપવાની જાહેરાત કરી હતી જેનો લાભ બંને ગ્રામ પંચાયતોને મળશે