સુરતમાં NH-48 પર કીમ ચાર રસ્તા નજીક અકસ્માત
ટેમ્પોને અજાણ્યા વાહને ટક્કર મારતા પલટી
ચાલક-ક્લીનરને સામાન્ય ઈજા
સુરત જિલ્લા માં પસાર થતા નેશનલ હાઈવે 48 પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.સુરત જિલ્લાના કીમ ચારરસ્તા નજીક પીપોદરા ગામે મોંગલ માતાના મંદિર પાસે એક અશોક લેલેન્ડ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળ થી અજાણ્યા વાહને ટક્કર મારતા ટેમ્પો ડીવાઈડર પર ચડી ગયો હતો અને પલટી મારી ગયો હતો. ઘટના ને પગલે હાઇવે લાંબો ટ્રાફિક જામ થયો હતો.ટેમ્પોમાં સવાર ચાલક અને ક્લીનર ને સામાન્ય ઈજાઓ થઈ હતી. તાત્કાલિક ક્રેન બોલાવી ક્રેન ની મદદથી ટેમ્પો સીધો કરી હાઈવેની સાઈડ કરી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. મોટી જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો