સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ
અડાજણ પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી દબાણ હટાવ્યા
સરદાર બ્રિજ નીચેથી દબાણો દુર કર્યા
સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે અડાજણ પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી સરદાર બ્રિજ નીચેથી દબાણો દુર કર્યા હતાં.
સુરતમાં હાલ તંત્ર દ્વારા ચારેકોર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં પણ બ્રિજ નીચેથી દબાણો દુર કરાયા હતાં. સુરતની અડાજણ પોલીસે અડાજણ વિસ્તારમાં સરદાર બ્રિજ નીચે થયેલા દબાણોને સુરત મહાનગર પાલિકાની ટીમ સાથે મળી દુર કર્યા હતાં. સાથે દબાણ કર્તાઓને હવે દબાણ નહી કરવા પણ કડક સબ્દોમાં જણાવ્યુ હતું.
