ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સીટેક્ષ

Featured Video Play Icon
Spread the love

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સીટેક્ષ
સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો 2026 નું આયોજન
ડુમસ ખાતે સુરત આર્ટ સ્ટ્રીટ 2026 કલા ઉત્સવનુ આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો 2026 અને સાથે ડુમસ ખાતે સુરત આર્ટ સ્ટ્રીટ 2026 કલા ઉત્સવનુ આયોજન કરાનાર છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી 21,22 અને 23 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યાના દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ દિવસીય સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો 2026 નું આયોજન કરાયું છે. જે અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન સીટેક્ષ શ્રેણીનું 13મું અને એકજ વર્ષમાં બીજી વખત આયોજિત થનારું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે.

ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકિઝબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. તો સાથે ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલા, ચેમ્બરના તત્કાલિન પુર્વ પ્રમુખ વિજય મેવાવાલા, ચેમ્બરના મંત્રી બિજલ જરીવાલા અને ખજાનચી સીએ મિતિષ મોદી તથા કિરણ ઠુમ્મર અને સુરેશ પટેલ સહિતનાઓએ માહિતી આપી હતી. સાથે ડુમસ ખાતે યોજાનાર સુરત આર્ટ સ્ટ્રીટ 2026 કલા ઉત્સવ અંગે પણ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *