અરવલ્લી : ખાતરમાં ભાવ વધારા મામલે કોંગ્રેસ મેદાને
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
‘ રાસાયણિક ખાતરોમાં તોતિંગ ભાવ વધારો ‘
‘ ભાવ વધારો સરકાર તાત્કાલિક પાછો ખેચે ‘
એક થેલીએ ૨૬૦ ઉપરાંતનો થયો છે ભાવ વધારો
અરવલ્લી જિલ્લામાં ખાતરમાં ભાવ વધારા મામલે કોંગ્રેસ મેદાને છે. ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અરૂણ પટેલએ જણાવ્યું હતું કે ‘ 1. રાસાયણિક ખાતરોમાં તોતિંગ ભાવ વધારો થયો છે. ‘ 2. ભાવ વધારો સરકાર તાત્કાલિક પાછો ખેચે વધુમાં આગળ જણાવ્યું હતું કે એક થેલીએ ૨૬૦ ઉપરાંતનો ભાવ વધારો થયો છે. જિલ્લામાં યુરિયા ખાતરમાં અસામાન્ય જથ્થા મામલે પણ નિવેદન આપ્યું. ખેડૂતોના હક્કનું ખાતર બીજે પધરાવ્યું હોય તો કાર્યવાહી થવી જોઈએ. યુરિયા ખાતર વિક્રેતાઓ સામે નોટિસ અપાઈ છે.
