“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત નવસારીમાં સફાઈ અભિયાન

Featured Video Play Icon
Spread the love

“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત નવસારીમાં સફાઈ અભિયાન
મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ગ્લો ગાર્ડનથી શાકભાજી માર્કેટ સુધી સઘન સફાઈ ઝુંબેશ

સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિશાળ સફાઈ શ્રમદાન અભિયાન યોજાયુંમંત્રીશ્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્લો ગાર્ડનથી શાકભાજી માર્કેટ સુધી હાથ ધરાઈ સઘન સફાઈ ઝુંબેશ નવસારી: સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નવસારી દુધિયા તળાવ શાકભાજી માર્કેટ વિસ્તારમાં વિશાળ સફાઈ શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ પોતે શ્રમદાન કરીને નાગરિકોને સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. ગ્લો ગાર્ડનથી શાકભાજી માર્કેટ સુધીના માર્ગો અને જાહેર સ્થળો પરથી સઘન સફાઈ કરી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બજાર વિસ્તારોમાં કચરો જાહેર સ્થળે ન ફેંકવા, ભીનો અને સૂકો કચરો અલગ કરવા તેમજ સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાનને શહેરના તમામ ૧૩ વોર્ડ સુધી વિસ્તારીને મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓની આગેવાની હેઠળ વિસ્તૃત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ પ્રસંગે મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, પ્રમુખશ્રી ભૂરાલાલ શાહ, મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, વિવિધ વિસ્તારોના કોર્પોરેટરશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *