રાજકોટ ઈન્દિરા સર્કલ નજીક સિટી બસે 6 લોકોને લીધા અડફેટે.

Featured Video Play Icon
Spread the love

રાજકોટ ઈન્દિરા સર્કલ નજીક સિટી બસે 6 લોકોને લીધા અડફેટે.
અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત અને 3ને ઈજા.
વિપક્ષ નેતા વસરામ સાગઠિયા પહોંચ્યા ઘટના સ્થળે

રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટીબસના ચાલકે 16 એપ્રિલએ વધુ એક અકસ્માત સર્જ્યો છે. જેમાં નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નિપજ્યા છે ત્યારે વિપક્ષ નેતા વસરામ સાગઠિયા ઘટના સ્થળે પહોંચી શાસકો ઉપર પ્રહાર કર્યા છે

રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટીબસના ચાલકે આજે (16 એપ્રિલ) વધુ એક અકસ્માત સર્જ્યો છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવતી સિટીબસના ચાલકે એક સાથે બે રીક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નિપજ્યા છે જયારે બસચાલક સહીત કુલ ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે વિપક્ષ નેતા વસરામ સાગઠિયા ઘટના સ્થળે પહોંચી શાસકો ઉપર પ્રહાર કર્યા છે

રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટીબસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આજે સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી યુનિવર્સીટી તરફ જતી સિટીબસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બસચાલક પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

વિકસિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બનતી ક્રાઇમની ઘટનાઓથી હવે શાંત ગુજરાતીઓનો ગુસ્સો ચરમસીમાએ છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ પોલીસ એક્શનમાં છે, પણ જાણે કે ગુનેગારોને પેટનું પાણી પણ હલતું ન હોય તેમ એક બાદ એક પોલીસ સામે સવાલ ઉભા કરતી ઘટના બની રહી છે. રાજકોટમાં અકસ્માતના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસચાલક દ્વારા સિગ્નલ ખુલતાની સાથે જ બસને આગળ હંકારી અકસ્માત સર્જી નિર્દોષ લોકોને અડફેટે લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ દ્વારા હાલ FSL તેમજ RTOની મદદ લઇ મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *