વડોદરાના સમા વિસ્તારમાં પાણી મુદ્દે વિરોધના પગલે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
જોઈન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલનું નિવેદન સામે આવ્યું
મહિલાઓ સાથે ધક્કામુક્કી કરીને ગાડીમાં બેસાડવામાં આવી હોવાનો આક્ષેપ
વડોદરામાં મહિલાઓ અને સ્થાનિકો વેલણ, થાળી અને માટલા લઇને વોર્ડ ઓફિસ તરફ જઇ રહ્યાં હતા ત્યારે પોલીસ આવી હતી અને વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.જેને પગલે જોઈન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે
વડોદરામાં કેટલાક વિસ્તારમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઇ છે. છેલ્લા બે મહિનાથી પાણી માટે વલખા મારતી મહિલાઓ દ્વારા વિરોધ સાથે રેલી યોજવામાં આવી હતી. જે દરમિયાન પોલીસ પહોંચી હતી અને વિરોધ કરતી મહિલાઓ અને સ્થાનિકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે ચાર મહિલા અને પાંચ પુરુષની અટકાયત કરી હતી. પોલીસની કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા પાંચ પુરુષ અને ચાર મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ મહિલાઓ સાથે ધક્કામુક્કી કરીને ગાડીમાં બેસાડવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છેકે, સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ પુરુષ અને ચાર મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. મહિલાઓ સાથે બળજબરી અંગે જેસીપીએ જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી છે.
વડોદરા શહેરના સમા વિસ્તારની આમ્રપાલી, સચ્ચદાનંદ, મહાકાળી સોસાયટીની મહિલાઓ છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહી છે. જેને પગલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને રેલી કાઢી વોર્ડ ઓફિસ જઇ રહ્યાં હતા. જોકે મહિલાઓ અને સ્થાનિકો વોર્ડ ઓફિસ પહોંચે એ પૂર્વે જ પોલીસ આવી પહોંચી હતી. પોલીસે તેમને વોર્ડ તરફ જતાં અટકાવ્યા હતા. જેના પગલે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને પગલે પોલીસ સામે ગેરવર્તુણકના આક્ષેપ થયા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી