દારૂની હેરાફેરી કરવા બુટલેગરનો નવો કીમિયો
માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશીદારૂ
આરોપીને કુલ કિ.6 લાખના માતબર મુદ્દામાલ સાથે પકડી પાડ્યો
માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાડાબાર ગામની સીમમાંથી વિદેશીદારૂનો જથ્થો લઈ જવાનો કિમીયો નિષ્ફળ કરી, એક આરોપીને કુલ કિ.6 લાખના માતબર મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહનાઓની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ નેસ્ત નાબુત કરવા માટે જીલ્લામાં અસરકારક કામગીરી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય, જેથી એલસીબી પીઆઈ આર.બી. ભટોળનાઓએ એલ.સી.બી શાખાના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, જિલ્લામાં પ્રોહી-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, તેમજ નેશનલ તથા સ્ટેટ હાઇવે ઉપર ગેરકાયદેસર વિદેશીદારૂની થતી હેરફેર ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામાં વર્ક ચાલુ કરેલ. જે અનુસંધાનમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમીદાર થકી એક ટાટા ટેમ્પો નંબર- GJ-07-y-6868 માં ચાલક સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરીને બાજીપુરા થઇ માંડવી તરફ આવનાર છે અને હાલમાં ટાટા ટેમ્પો બાજીપુરા નજીક પસાર થાય છે. તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જેથી બાતમી હકિકતના આધારે મોજે તરસાડાબાર ગામની સીમમાં મઢીથી માંડવી તરફના રોડ ઉપર એ.આર.સી કંપનીની સામે નાકાબંધી કરી ટાટા ટેમ્પો આવતા રોકી ઝડતી તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલ ચોરખાનમાં છુપાવેલ માતબર રકમનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી માંડવી પોલીસ સ્ટેશન આપેલ સોપેલ છે. ટાટા ટેમ્પોની ઝડતી તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલ ચોરખાનમાં છુપાવેલ માતબર રકમનો વિદેશીદારૂનો જથ્થો મળી આવતા આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી માંડવી પોલીસ સ્ટેશન આપેલ સોપેલ છે..
