સુરતમાં બોગસ આંગડીયા પેઢી ઉભી કરી છેતરપીંડી કરનાર ઝડપાયા
છેતરપિંડી કરતી ટોળકીના વધુ એક ફરાર આરોપીને એલસીબીએ પકડી પાડ્યો
એલસીબી શાખા ઝોન એકની ટીમે જયેશ હરગોવિંદ પટેલને પકડી પાડ્યો
બોગસ આંગઢીયા પેઢી ઉભી કરી સસ્તુ ગોલ્ડ અપાવવાના બહાને 87 લાખની છેતરપિંડી કરતી ટોળકીના નાસતા ફરતા વધુ એક સાગરીને એલસીબી શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોકકુમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધવા આપેલી સુચના અને માર્ગદર્શન હેઠળ ઝોન વન એલસીબી શાખાના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરીસિંગ ભગવાનભાઈ અને કરણસીંહ શંકરભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં બોગસ આંગઢીયા પેઢી ઉભી કરી સસ્તુ ગોલ્ડ અપાવવાના બહાને 87 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીના નાસતા ફરતા એક સાગરીત એવા મુળ મહેસાણાના ઉંઝાનો અને હાલ અલથાણ ખાતે સુમન ભાર્ગવ માં રહેતા જયેશ હરગોવિંદ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.