અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કોરોનાના કેસ
કડીમાં પણ એક યુવક પોઝિટિવ
મે મહિનામાં 38 કેસ નોંધાયા જે પૈકી 31 કેસ એક્ટિવ
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે.
મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ એક્ટિવ છે. આ સાથે અમદાવાદમાં AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે. ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને લઇ આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
અમદાવાદમાં કોરોનાના 8 કેસ આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી