દિવાળી પહેલાં ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી
વેળાવદર વિસ્તારમાંથી વિદેશી દારૂની 1,344 બોટલ ઝડપાઈ
બેગપાઇપર ડીલક્સ વ્હિસ્કીનો જથ્થો કબજે
દારૂની બોટલોની કિંમત રૂ. 1.82 લાખ
સ્વિફ્ટ કાર અને મોબાઈલ સહિત રૂ. 6.87 લાખનો મુદ્દામાલ કબજે
દિવાળીના તહેવાર પહેલાં ગુજરાતમાં દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની 1,344 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6,87,784નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન 23 ઓક્ટોબર, 2026ના રોજ વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફથી ભાવનગર લાવવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બ્લુ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ-18-BM-7742ને ઝડપી પાડી હતી. કારની તપાસ દરમિયાન બેગપાઇપર ડીલક્સ વ્હિસ્કીની 180 મિલીની કુલ 1,344 સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,82,784 આંકવામાં આવી છે.આ મામલે પોલીસે સીદસર, ભાવનગરના રહેવાસી 22 વર્ષીય ઇનાયત ઉર્ફે ટીકો સત્તારભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹5 લાખની સ્વિફ્ટ કાર અને ₹5 હજારનો મોબાઈલ ફોન મળી કુલ ₹6,87,784નો મુદ્દામાલ કબજે કર્યો છે.સમગ્ર મામલે વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
