રૂ.1 કરોડથી વધુની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ
એલસીબીની ટીમે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છેતરપીંડીના ગુનામાં સામેલ આ આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતા
સુરત શહેરના ત્રણ પોલીસ સ્ટેશનોમાં લાખોની છેતરપીંડી કરી નાસતા ફરતા આરોપીને ઝોન ૧ એલસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના કાપોદ્રા, ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશનોમાં કુલ રૂ. 1 કરોડથી વધુની છેતરપીંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ઝોન-૧ એલ.સી.બી. શાખાએ આરોપી યોગેશ ઉર્ફે સુરેશ કાંતીલાલ વસોયાની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 16,89,986/- ની છેતરપીંડી ફરિયાદ , ઉધના પોલીસ સ્ટેશનમાં 67,76,764/- ની છેતરપીંડી ફરિયાદ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 19,53,789/- ની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પોલીસ પકડથી બચવા સતત પોતાના રહેઠાણ બદલતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.