સુરત : સજ્જુ કોઠારીની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

સુરત : સજ્જુ કોઠારીની ધરપકડ
પોલીસે સાજુ કોઠારીને ઝડપી પાડી ઘટનાનુ રિ કન્સ્ટ્રકશન કરાવ્યુ
માથાભારે સજ્જુ કોઠારી સામે બે વાર ગુજસીટોકનો ગુનો દાખલ

સુરતની અઠવા પોલીસે અન્યની માલિકીની જમીન પચાવી પાડવાના નોંધાયેલા ગુનામાં માથાભારે અને અનેક ગુનાઓમાં ઝડપાઈ ચુકેલા સાજુ કોઠારીને ઝડપી પાડી ઘટનાનુ રિ કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું.

સુરતની અઠવા પોલીસ મથકમાં માથાભારે નાસીર સુરતી અને સાજુ કોઠારીએ અન્યની માલિકીની જમીન પચાવી પાડી હોવાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી શોએબ કાવઠીની જમીનનો બોગસ દસ્તાવેજ અને ભાગીદારી પેઢી બનાવી પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે શોએબ કાવઠીએ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી માથાભારે અને અનેક ગુનાઓમાં ઝડપાયેલો તથા બે બે ગુજસીટોકનો આરોપી સાજુ કોઠારીનું ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઈ તેની ધરપકડ કરી હતી. અને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *