માંડવી ફોરેસ્ટ રેસ્ટહાઉસ ખાતે કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ.
બેઠકમાં મીનાક્ષી નટરાજન,અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી ઉપસ્થિત રહ્યા
માંડવી ફોરેસ્ટ રેસ્ટહાઉસ ખાતે કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ.સુરત જિલ્લા કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ ( ૮ ) નામો જિલ્લા પ્રમુખની ચર્ચામાં કરવામાં આવી
માંડવી ફોરેસ્ટ રેસ્ટહાઉસ ખાતે કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી જેમાં મીનાક્ષી નટરાજન,અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી,ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં નવ તાલુકાના જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારોનો જમાવડો જોવા મળ્યો હતો. આ બેઠકમાં AICCના સભ્યની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામની ચર્ચાને લઈને અનેક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સુરત જિલ્લા કૉંગેસ પ્રમુખ માટે ૮ ( આઠ ) કૉંગેસના કાર્યકરોના નામોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં દર્શન નાયક, મનહર પટેલ, સ્નેહલ શાહ,ભગવાન ભોકળવા, જગદીશ પટેલ,સુનિલ પટેલ, શાહબુદ્દીન મલેક, ભાવિન ચૌધરીનું નામ ચર્ચામાં લેતા કૉંગેસ પાર્ટી કોના પર વિશ્વાસ મૂકે તે જોવાનું રહ્યું. હાલમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દર્શન નાયકનું નામ સૌથી મોખરે હોવાની પણ લોક ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ એક બાજુ નો રિપીટેશન વાત પણ કરવામાં આવી હતી.આખરે જિલ્લા કૉંગેસ પ્રમુખ માટે આઠ જેટલાં દાવેદારોએ એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ બેઠકમાં મીનાક્ષી નટરાજન,અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી,ગુજરાત દ્વારા જીલ્લાનાં તમામ તાલુકાનાં વરિષ્ઠ કાર્યકર્તાઓના અભિપ્રાય લીધો હતો.