જળ સંકટ વચ્ચે સુરત પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ
ડીંડોલીમાં આશ્રય પામેલા ઘરવિહોણાને નવા કપડાં આપી મદદ
હર્ષ સંઘવીએ તાત્કાલિક કપડાં ઉપલબ્ધ કરાવવા સૂચન કર્યું હતું
સુરતમાં જળ સંકટ વચ્ચે સુરત પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હોય તેમ ડીંડોલી વિસ્તારમાં આશ્રય પામેલા ઘરવિહોણા અસરગ્રસ્તોને નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલ અપીલ બાદ ડિંડોલી પોલીસે નવા કપડાં આપી મદદનો હાથ લંબાવ્યો છે.
સુરતમાં પડેલા અતિભારે વરસાદ અને જળ સંકટ બાદ ઘરવિહોણા બનેલા અનેક લોકો ડીંડોલી વિસ્તારના આશ્રય ગૃહોમાં રહેવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને તાત્કાલિક કપડાં ઉપલબ્ધ કરાવવા સૂચન કર્યું હતું. જેને લઈ ત્વરિત ડિંડોલી પોલીસે માનવતાના ભાગરૂપે તમામ અસરગ્રસ્તોને કપડાનુ વિતરણ કર્યુ હતું. તો ઘરવખરી ગુમાવનાર અને વરસાદમાં મુશ્કેલી વેઠનાર નાગરિકોએ સુરત પોલીસ તથા નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
