અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો
સુરતની મહિલાએ પ્લેનમાં ક્ષતિ હોવાનો કર્યો દાવો
પ્લેન ટેક ઓફ થયું ત્યારે એસી બંધ હતું
પ્લેન લેન્ડ થયું ત્યારે કંઈક અવાજ આવી રહ્યો હતો
અમદાવાદમાં પ્લેન ક્રેસ થયાની ઘટના મામલે લંડનથી આજ ફ્લાઈટમાં અમદાવાદ આવેલ સુરતની મુસાફરએ ફ્લાઈટમાં ક્ષતિ હોવાનું જણાવ્યુ હતું.
અમદાવાદ પ્લેન દુર્ઘટના એ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે સુરતના એક મુસાફર આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતાં. એર ઈન્ડિયા 172 ફ્લાઈટમાં 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતાં. સુરતના હિનાબેન કાલરીયા એરપોર્ટ ઉતર્યાને દોઢ જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. હીનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું હતું. લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું. પ્લેન ની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતાં. એર હોસ્ટેસને રજૂઆત કરી તો તેમણે મોબાઇલ અપડેટ કરવા કહ્યું ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું. તો પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો. પ્લેનમાં લેન્ડ સમયે આવજ આવતો હતો. અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં તેઓ લંડન પુત્ર અને પતિ સાથે ગયા હતાં. ઈજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો. રિટર્નમાં અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે ખુબજ ડર લાગ્યો હતો. અમદાવાદમાં જ હતી ત્યારે પ્લેન ક્રેશ થયાના લોકોના ફોન આવવા માંડ્યા હતાં. આ ઘટના સાંભળી હું ભગવાનનો આભાર માનું છું. ભગવાને મને બચાવી. જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું ખૂબ જ દુઃખ પણ થઈ રહ્યું છે.