સુરત : કામરેજના લસકાણામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
વિશ્વ બ્લડ ડોનેશન દિવસ નિમત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મુખ્ય મેહમાન તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાનજી ભાલાળા હાજર રહ્યા
વિશ્વ બ્લડ ડોનેશન દિવસ નિમત્તે સુરત શહેરના કામરેજના લસકાણામાં જેબી ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ બ્લડ ડોનેશન દિવસે કામરેજના લસકાણામાં જેબી ગ્રુપ દ્વારા મેમેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ બ્લડ ડોનેશન તરીકે ઉજવામાં આવે છે. વિશ્વ બ્લડ ડોનેશન દિવસે થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દરેક વ્યકિત માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ એસીપી ડીવીજન એ વિપુલ પટેલની અધ્યક્ષમાં યોજાઈ હતી. ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ જેબી ગ્રુપ દવારા કરવામાં આવતી હોય છે મુખ્ય મેહમાન તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાનજી ભાલાળા હાજર રહ્યા હતા. કાર્યક્રમના આયોજક બાબુભાઈ લાંબરીયા, ભરત ચિરોડીયા, ધનજીભાઈ લાંબરીયા, બાદલ પ્રજાપતિ હાજર રહ્યા હતા. કાર્યક્ર્મમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે લસકાણા સ્ટેશનના Pl. ચાવડા, Pl.ખાચર, Pl. દિશીબેન ગમારા અને આચાર્ય જીતુ આહીર અને અન્ય મેહમાનો ઉપસ્થિત રહ્યા હતા.