સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 32 માં સમુહલગ્ન
સમુહલગ્ન સમારોહનુ 23 જાન્યુઆરીએ આયોજન
194 નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે.
સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32 માં સમુહલગ્ન સમારોહનુ 23 જાન્યુઆરીએ આયોજન કરાનાર છે જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે.
આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજીત 32માં સમૂહલગ્ન સમારોહનુ 23 જાન્યુઆરીના રોજ આયોજન કરાયુ છે જેમાં 194 ૯૪ નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે. જે અંગે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડએ જણાવ્યુ હતુ કે આહીર સમાજ સેવા સમિતિ સુરત આયોજીત પર્વત, ગોડાદરા ખાતે 32માં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાઈ રહ્યું છે. સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે પરેશભાઈ દાનાભાઈ કાકડાવાળા પરીવાર દ્વારા દાન કરાયુ છે. તેમજ આ સમારોહમાં નવયુગ્લોને આશિર્વાદ પાઠવવા 1,00,000 કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેશે. ત્યારે આહીર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજીક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની 21મી સદીમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો સામજીક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરીવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવી પેઢીનાં ઘડતર માટે બચત કરેલ પૈસા વાપરી સદઉપયોગ કરવા સમાજનાં આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે.
આ સમૂહ લગ્નમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. નવયુગ્લોને આશિર્વાદ આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રઈ પટેલ તેમજ કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદિશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, ધારાસભ્ય મુળુભાઈ બૈરા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, નટુભાઈ ભાટુ, આર.એચ. હડિયા, હરીભાઈ નકુમ, મગનભાઈ જોજાળા, ડાયાભાઈ ગુદરાસીયા, ભીમજીભાઈ કવાડ, મોહનભાઈ પરડવા, મનુભાઈ બલદાણીયા તેમજ મનુભાઈ મકવાણા તથા કાળુભાઈ કલસરીયા, મેરામણભાઈ ઘીવાળા, તેમજ બાબુભાઈ રામ, સુરત મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનિષાબેન આહીર તથા અન્ય કોર્પોરેટરો વર્ષાબેન બલદાણીયા સહિત ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે.
