સુરતમાં શાળામાં નોનવેજ પાર્ટી મુદ્દે કાર્યવાહી
શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને કર્યા સસ્પેન્ડ
આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરાયા
શાળામાં નોનવેજ પાર્ટીનો વિડિઓ થયો હતો વાયરલ
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોન-વેજ પાર્ટી યોજવા મુદ્દે આખરે વિવાદ બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે. તો સમિતિની ટીમ સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક 342 અને 351માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ અને નિંદનીય નોન-વેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરાયા છે. રવિવારે સરકારી સ્કૂલમાં 1987થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ-ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ચિકન-મટન પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું. નોન-વેજ પીરસવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચૂંદડીથી ઢાંકીને નોન-વેજ પીરસવામાં આવ્યું હતું. જેને લઈ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિનને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું. આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે. હાલ તો આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા છે.
