સાબરકાંઠામાં ખોટા પ્રમાણપત્રથી નોકરી લાગ્યાનો આક્ષેપ,
વિજયનગર મામલતદારે 3 લોકો સામે નોંધાવી ફરિયાદ.
ખોટા પ્રમાણપત્રને આધારે 3 લોકોએ મેળવી સરકારી નોકરી.
સાબરકાંઠામાં પોલીસની ભરતીમાં કૌભાંડને લઈ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, ખોટા પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સાબરકાંઠામાં પોલીસની ભરતીમાં કૌભાંડ થયાની શંકાઓ ઉભી થઈ છે. જાતિના ખોટા પ્રમાણપત્ર બનાવી નોકરી મેળવી હોવાની શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 3 પોલીસ જવાનો સામે ખોટી રીતે નોકરી મેળવવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ખોટા પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. અનુસૂચિત જનજાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવી નોકરી મેળવ્યાંનો ઉલ્લેખ કરાયો છે. 2003થી 2012 સમયગાળા દરમિયાન ખોટું પ્રમાણપત્ર બનાવાયાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરમાં CRPFની નોકરી કરતા હિંતમસિંહ સોલંકી તેમજ અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા સુમિત્રા સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે
આ ફરિયાદન નોંધાતા પોલીસ માટે પોલીસ ભરતીને લઈ તપાસનો વિષય ઉભો થયો છે. ત્રણ લોકો સામે આ ફરિયાદ નોંધાઈ છે અને જેમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, આ ત્રણેય લોકો અનુસૂચિત જનજાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવીને ભરતીમાં જોડાયા છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી