સુરતમાં સુર્યોદય ઘાટ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયુ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સુર્યોદય ઘાટ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયુ
તાપી માતાને 2 જુનના રોજ 1400 મીટરની ચુંદડી ચઢાવવામાં આવશે
સુરતમાં દર વર્ષે તાપી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે
કાર્યક્રમમાં રામ મઢીના પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ હાજર રહ્યા

સુરતમાં દર વર્ષે તાપી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે ત્યારે આ વર્ષે બીજી જુનના રોજ 1400 મીટરની ચુંદડી ચઢાવવામાં આવનાર છે તે પહેલા રવિવારે સુર્યોદય ઘાટ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.

આગામી બીજી જુલાઈ ના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાનો જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહા આરતી અને 1400 મીટર ની ચુંદડી ચઢાવવાનો કાર્યક્રમ યોજાનાર છે. તો આ કાર્યક્રમ પૂર્વે આજે 29 જૂન રવિવારના રોજ સવારે સૂર્યોદયઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આવ્યુ હતું. જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળ ના તમામ સભ્યોને હાજર રહી સફાઈ ઝુંબેશ માં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રામ મઢીના પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ હાજર રહી સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા. આશરે 100 કરતાં વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સર્વોદય ઘાટ ખાતે જે લીલ આવી ગઈ હતી તેની સફાઈ કરી હતી. તો આગામી તારીખ બીજી જુલાઈ ના રોજ મા તાપી નો જન્મોત્સવ છે આ પ્રસંગે પૂજન મહા આરતી અને 1400 મીટરની ચુંદડી માતા તાપીને અર્પણ કરવામાં આવનાર છે આ પ્રસંગે પૂજા અને મહા આરતી નો લાભ લેવા તથા ચુંદડી અર્પણ કરવા માં સહભાગી થવા તમામ શહેરીજનોને ટ્રસ્ટ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *