ભાવનગરમાં કાર બની આગનો ગોળો
પાનવાડી એસટી ડેપો પાસે શોર્ટ સર્કિટથી ભભૂકી આગ
ભાવનગર શહેરના પાનવાડી નજીક આવેલા એસટી ડેપોની પાસે એક કારમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ભાવનગર પાનવાડી એસટી ડેપોની પાસે પેટ્રોલની કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, આગના પગલે ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યાં હતા. ફાયર વિભાગે પાણીનો છટકાવ કરીને આગ બુજાવી હતી. ફાયર વિભાગના કહેવા મુજબ પ્રાથમિક રીતે ઈલેક્ટ્રીક વાયરોમાં શોર્ક સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે.
