સુરતમાં ડુમસ રોડ પર કારમાં આગ
ફાયરબ્રિગેડ ટ્રાફિકમાં ફસાતાં મોડી પહોંચી
કારમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
સુરતમાં દોડતા વાહનોમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઓએનજીસી બ્રિજ પાસે કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી દોડતા વાહનો અને કારમાં આગ લાગી રહી છે. ત્યારે સુરતના ડુમ્મસ રોડ ઓએનજીસી બ્રિજ નીચે કારમાં આગ લાગી હતી. લક્ઝુરીયસ કારમાં અચાનક આગ ફાટી નીકળતા કારમાં સવાર તમામ સમયસુચકતાએ બહાર નિકળી ગયા હતા. તો કારમાં આગ લાગી ત્યાં પહોંચતા ફાયરની ગાડીને સમય લાગી ગયો હતો કારણ કે ટ્રાફિકના કારણે ફાયરના જવાનો સમયસર પહોંચી શક્યા ન હતાં. જેથી આગમાં કારનો આગળનો ભાગ બળીને ખાક થાય થઈ ગયો હતો જો કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
