વડોદરા, ગાંધીનગર બાદ હવે વલસાડ કોર્ટને ધમકી.

Featured Video Play Icon
Spread the love

વડોદરા, ગાંધીનગર બાદ હવે વલસાડ કોર્ટને ધમકી.
બોમ્બની ધમકી મળતા કોર્ટ પરિસર ખાલી કરી દેવાયુ.
સુરક્ષા એજન્સીઓ કોર્ટ પહોંચી તપાસ શરૂ કરી

વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે ગુજરાતની ત્રણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવતા પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ કોર્ટ પહોંચી તપાસ શરૂ કરી હતી

વડોદરામાં ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. શાળાઓ બાદ હવે કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેલ મારફતે બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપી છે. ધમકીને પગલે ડોગ સ્કવોર્ડ, બોમ્બ સ્કવોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ કોર્ટ પહોંચી છે. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો તપાસ હાથ ધરવામાં આવી છે.સોમવારે વડોદરાની 17 સ્કૂલ તેમજ અમદાવાદની 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપી હતી. તેમજ કારમાં બોમ્બ મૂક્યો હોવાનો પણ મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળી છે. વલસાડ જિલ્લા પોલીસનો કાફલો કોર્ટ પરિસર પહોંચ્યો હતો. ધમકીના પગલે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડે તપાસ હાથ ધરી છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ તીવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *