તાપીમાં બજેટના મુદ્દે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા માહિતી અપાય
નાણામંત્રી નિર્મલા સીતારમણનો ઐતિહાસિક વિક્રમ
વિકસિત ભારત અને નારીશક્તિના ઉદયનું પ્રતિબિંબ
કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ આજે સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ અભૂતપૂર્વ ઘટના માત્ર રાજકીય સિદ્ધિ નથી, પરંતુ દેશની પ્રબળ નારીશક્તિનું સશક્ત પ્રતિબિંબ પાડે છે. આ બજેટ ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને વધુ મજબૂત કરવાની દિશામાં એક નિર્ણાયક કદમ માનવામાં આવી રહ્યું છે.
ત્રણ મુખ્ય સંકલ્પો પર આધારિત બજેટ આ વર્ષનું બજેટ મુખ્યત્વે ત્રણ સ્તંભો એટલે કે ‘કર્તવ્ય’ પર આધારિત છે, આર્થિક વિકાસમાં દેશના જીડીપી અને અર્થતંત્રને નવી ગતિ આપવી. આશા-આકાંક્ષાની પૂર્તિમાં નાગરિકોની અપેક્ષાઓને સાકાર કરવી. સર્વ સમાવેશક વિકાસમાં વિકાસના લાભો સમાજના છેલ્લા છેડાના વ્યક્તિ સુધી પહોંચાડવા. પંચશક્તિ પર વિશેષ ધ્યાન નાણામંત્રીએ આ બજેટને ‘યુવા શક્તિ બજેટ’ તરીકે ઓળખાવતા પાંચ મુખ્ય શક્તિઓને કેન્દ્રમાં રાખી છે, યુવા શક્તિમાં કૌશલ્ય વર્ધન અને રોજગારીની નવી તકો. નારીશક્તિમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વતંત્રતા. કિસાન શક્તિમાં ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને આધુનિક ખેતી. શ્રમિક શક્તિ માં શ્રમિકોના કલ્યાણ અને સુરક્ષા માટેની યોજનાઓ.
ઉદ્યમી શક્તિ માં વેપાર અને ઉદ્યોગોને પ્રોત્સાહન. બજેટના મુખ્ય આકર્ષણો અને ફાળવણી 53.5 લાખ કરોડનું આ સર્વસ્પર્શી બજેટ વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે તાપી જિલ્લાના વ્યારામાં કેન્દ્રીય બજેટ 2026 પ્રેસ કોન્ફરન્સ ભારતીય જનતા પાર્ટીના રાજકીય પ્રમુખ સૂરજ વસાવા તેમજ વ્યારાના ધારાસભ્ય મોહન કોકણીની ઉપસ્થિતિમાં બજેટના મુદ્દે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા માહિતી અપાયહતી…
