બારડોલી મોતા ગામે જિલ્લા કક્ષાનો ગ્રામ પંચાયત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

બારડોલી મોતા ગામે જિલ્લા કક્ષાનો ગ્રામ પંચાયત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
સુરત જિલ્લાની 177 ગ્રામ પંચાયતોમાં નવા ભવનનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બારડોલી વિધાનસભાથી ‘ગ્રામોત્થાન યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ
ગ્રામોત્થાન યોજનાથી ગ્રામ્ય માળખાને મળશે નવી ગતિ

બારડોલી તાલુકા ના મોતા ગામે જિલ્લા ની ગ્રામ પંચાયતો નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બારડોલી સહિત જિલ્લા ની 177 ગ્રામપંચાયત નું લોકાર્પણ કરાયું હતું. સાથે જ ‘ગ્રામોત્થાન યોજના’ ની શરૂઆત કરાઈ હતી.

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી **‘ગ્રામોત્થાન યોજના’નો આજે રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આ કડીમાં સુરત જિલ્લાના ગ્રામીણ માળખાને મજબૂત કરવા માટે એક સાથે અનેક ગ્રામ પંચાયત ભવનોના નિર્માણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે માટે બારડોલી વિધાનસભા માં મોતા ગામે જિલ્લા કક્ષા ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. સુરત જિલ્લાની અંદાજે 177 જેટલી ગ્રામ પંચાયતોમાં નવીન ભવનોના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ખાસ કરીને બારડોલી વિધાનસભા મતવિસ્તારની વાત કરીએ તો, બારડોલી તાલુકાની 18 ગ્રામ પંચાયતોમાં નવા આકાર લેનાર ભવનોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

સુરત જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બારડોલી તાલુકાના મોતા ગામે યોજાયો હતો. આ કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારની તેમજ જીલ્લા વિકાસ અધિકારી સીવાની ગોયલ અધ્યક્ષતામાં યોજાયો હતો.આવનાર દિવસોમાં આ તમામ ગ્રામ પંચાયતો માત્ર ઈંટોનું બાંધકામ નહીં, પરંતુ વિકાસનું મોડેલ બનીને ઉભરશે. નવીન ભવનોમાં:​ગ્રામજનો માટે બેસવાની આધુનિક સુવિધા, ​ડિજિટલ સેવાઓ માટે ઈ-ગ્રામ સેન્ટર, ​વહીવટી સરળતા માટે સુવ્યવસ્થિત ઓફિસ સ્પેસ.આ યોજનાથી ગ્રામીણ સ્તરે રોજગારીની તકો ઊભી થશે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામજનોને આધુનિક પ્લેટફોર્મ મળશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરકારી વહીવટી તંત્ર પંચાયત વિભાગના કાર્યપાલક એન્જિનિયર વાળા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ. તાલુકા સંગઠન પ્રમુખ ડો.આનંદ પટેલ. મોતા ગામના સરપંચ ઉપસરપંચ ઉમેશ પટેલ. ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *