સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોની હડતાલ

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોની હડતાલ
ભાડા વધારાની માંગ સાથે વિરોધ કર્યો
મોંઘવારી દિવસેને દિવસે વધતા ભાવ વધારાની માંગ કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ભેગા મળી હડતાળ પર ઉતરી ભાડા વધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો.

સુરત શહેરમાં વખત ફરી રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતાં. પાંડેસરા વિસ્તારના આશાપુરી ચાર રસ્તા પાસે આજે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. અને રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરાઈ હતી. રિક્ષા ચાલકોની માંગ છે કે ફક્ત અને ફક્ત પાંચ રૂપિયાનું ભાડું વધારવામાં આવે. મોંઘવારી દિવસેને દિવસે વધી હોવાને પગલે ભાવ વધારાની માંગ કરી હતી. ઈંધણના ભાવ, મેન્ટેનેન્સ અને દૈનિક ખર્ચમાં વધારો થયો છે, છતાં પણ ભાડામાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. રોજની મુસાફરીમાં પબ્લિક પણ આ સમસ્યા જોઈ રહી છે. તો  રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બનશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *