સુરતના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળેલી બાઈક
બાઈકમાંથી રોકડા રૂપિયા અને દારૂ મળતા પોલીસ દોડતી થઈ
બાઈક માલિકને શોધી કાઢી મુદ્દામાલ પરત કર્યો
સુરતના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળેલી બાઈકમાંથી રોકડા રૂપિયા અને દારૂ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બાઈક માલિકને શોધી કાઢી મુદ્દામાલ પરત કર્યો હતો.
સુરતમાં બિનવારસી વાહનો હાલ માથાનો દુખાવો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાંદેર વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડી રહેલી બાઈકની સ્થાનિકોએ તપાસ કરી હતી. ત્યારે બાઈક પર લટકેલી થેલીમાંથી રોકડ 2.69 લાખ રૂપિયા મળી આવ્યા હતા. સાથે દારૂ પણ મળી આવ્યો હતો. જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળે દોડી જઈ બાઈક, રોકડ અને દારૂની બોટલ કબ્જે લઈ બાઈક બિનવારસી હાલતમાં મુકી જનારની શોધખોળ હાથ ધરી હતી. અને તપાસ કર્યા બાદ બાઈક માલિક જહાંગીરપુરા ખાતે રહેતા દક્ષેશ કુમારને શોધી કાઢી તેઓનો મુદ્દામાલ પરત કર્યો હતો. તો દક્ષેશ ગત રવિવારે મિત્રને ત્યાં આવ્યા હતા ત્યારે તબીયત ખરાબ થતા હોસ્પિટલે ખસેડાયા હતાં. અને બાઈક સહિતની વસ્તુ ભુલી ગયા હતાં.
