સુરતમાં સાયબર ગુનેગારો દ્વારા 72 કલાકથી ડીજીટલ એરેસ્ટ
મનપાના પુર્વ કર્મચારીને સાયબર ક્રાઈમની ટીમે ઉગાર્યો
મ્યુઅલ ફંડનો 46 લાખનો હિસાબ આપ્યો હતો
સુરતમાં સાયબર ગુનેગારો દ્વારા 72 કલાકથી ડીજીટલ એરેસ્ટ કરાયેલા સુરત મનપાના પુર્વ કર્મચારીને સાયબર ક્રાઈમની ટીમે ઉગાર્યો હતો.
સુરતમાં સાયબર ક્રાઈમ અને ડીજીટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં 72 કલાક થી ડીઝીટલ એરેસ્ટ શખ્સને સાયબર ક્રાઈમ ની ટીમે રેસ્ક્યુ કર્યુ હતું. સુરત મનપા પૂર્વ કર્મચારીને લાઈવ ડીઝીટલ એરેસ્ટ કરાયા હતા તે જ દરમિયાન પોલીસ પહોંચી હતી. મ્યુઅલ ફંડનો 46 લાખનો હિસાબ આપ્યો હતો. અને આધારકાર્ડ તથા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી ડિઝિટલ એટેસ્ટ કર્યા હતાં. સાથે 5 કરોડની મનીલોન્ડરીગના ગુના નો આરોપ મૂક્યો હતો. હાલ તો સુરત સાયબર ક્રાઈમે ત્વરિત મદદે પહોંચી ડિજીટલ એરેસ્ટમાંથી મુક્તિ અપાવી હતી.
