સુરત : ઈન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ લિંક મોકલનાર યુવક ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : ઈન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ લિંક મોકલનાર યુવક ઝડપાયો
અશ્લીલ લિંકમોકલી બદનામ કરનારને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો

સોશીયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી ફરિયાદીના એકાઉન્ટના અન્ય મિત્રો, લોકોને ફોલો રિકવેસ્ટ મોકલી ગંદા અને બિભત્સ પોર્ન વિડીયો વાળી લિંકમોકલી બદનામ કરનારને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતમાં રહેતા ઈસમના સોશીયલ મીડિયા ઈન્સ્ટાગ્રામનો ફેક એકાઉન્ટ બનાવી અજાણ્યાએ તેના આધારે ફરિયાદીના મિત્રો તથા સંબંધીઓને રિકવેસ્ટ મોકલી તે લોકોને ફેક એકાઉન્ટથી ગંદા અને બિભત્સ તથા પોર્ન વિડીયો વાળા વેબસાઈટની લિંક મોકલી ફરિયાદીને બદનામ કર્યો હતો જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી વરાછા ખાતે ક્ષમા સોસાયટીમાં રહેતા યાજ્ઞિક હરેશ સોરઠીયાને ઝડપી પાડ્યો હતો. હાલ તો સાયબર ક્રાઈમે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *