સુરતમાં 273 મોબાઈલ સાથે ત્રણની ધરપકડ
ધીરજ ચોરીના ફોન ખરીદી તેના સ્પેરપાર્ટ્સનું વેચાણ કરતો
પોલીસે 279 જેટલા મોબાઈલ કબ્જે લીધા
સુરતના જુદાજુદા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા આશરે 273 જેટલા મોબાઈલ ફોન સાથે ત્રણ રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ અને મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનના માર્ગદર્શન હેઠળ ઉધના પી.આઈ। એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. જે.એસ. ઝાંબરેની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના ખત્રી નગર પાસે બ્રીજ નીચેથી ત્રણ રીઢાઓ રવી રૂમાલ રાજનટ, સંતોષ ઉર્ફે લંગડા બાબુ ગાયકવાડ અને ધીરજ રવિન્દ્ર ઝોપેને ઝડપી પાડી તેઓ પાસેથી 16 લાખ 79 હજારની કિંમતના 279 જેટલા મોબાઈલ કબ્જે લીધા હતા તો આરોપીઓની પુછપરછ કરતા તેઓએ શહેરના જુદાજુદા વિસ્તારોમાં અને બીઆરટીસ બસની ભીડમાં મોબાઈલની ચોરી કરતા હોવાની કબુલાત કરી હતી. હાલ તો ઉધના પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.
