જૂનાગઢ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો જન્મોત્સવ

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો જન્મોત્સવ
ભવનાથ તળેટીમાં પારસધામ ખાતે ત્રણ દિવસનો જન્મોત્સવ કાર્યક્રમ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રભુ નેમ દરબારમાં પહોંચ્યા

જૂનાગઢમાં જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો આજે 55મો જન્મદિવસ છે. ત્યારે આજે ભવનાથમાં આવેલા પારસ ધામમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડના સ્ટાર અક્ષય કુમાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપીને નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબનો આજે 55 મો જન્મ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ભવનાથમાં આવેલા પારસધામમાં ચાતુર્માસ નિમિત્તે નમ્રમુનિ મહારાજ સાહેબ રોકાણ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના 55 માં જન્મદિવસ નિમિત્તે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જન્મદિવસ ઉજવણીના પ્રસંગમાં ખાસ હાજરી આપીને નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણી પણ ઓનલાઇન માધ્યમથી મહારાજ સાહેબના જન્મદિવસ ઉજવણી પ્રસંગમાં જોડાયા હતા અને તેમણે પણ નમ્રમુનિ મહારાજ સાહેબને જન્મદિવસની શુભકામના પાઠવીને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. પાછલા ચાર મહિનાથી ચાતુર્માસને લઈને નમ્રમુનિ મહારાજ સાહેબ ભવનાથમાં આવેલા પારસધામમાં રોકાયા છે. એક મહિના પૂર્વે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ નમ્રમુનિ મહારાજ સાહેબની મુલાકાતે ભવનાથ ખાતે આવી પહોંચ્યા હતા. આજે અંબાણી પરિવાર ભવનાથ ખાતે હાજર રહેવાનો હતો. પરંતુ કોઈ કારણોસર તેમનો આ કાર્યક્રમ રદ થતાં અનંત અંબાણી ઓનલાઇન માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.

ઓનલાઇન માધ્યમથી જન્મોત્સવ પ્રસંગમાં ઉપસ્થિત રહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ 5,000 ગાયો પાળવાનો સંકલ્પ નમ્રમુનિ મહારાજ સાથે લીધો હતો. અંબાણી પરિવાર 50 એમ્બ્યુલન્સ દર્દીઓના લાભાર્થે આપશે આવો નિર્ણય પણ અંબાણી પરિવારે કર્યો હતો. અનંત અંબાણીએ નમ્રમુનિ મહારાજ સાહેબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેને જીવન જીવવાનો પ્રાણવાયુ ગુરુ નમ્રમુનિ મહારાજ પાસેથી પ્રાપ્ત થયો છે તો બોલીવુડ સ્ટાર અક્ષય કૃમારે પણ નમ્રમુનિ મહારાજ દ્વારા આપવામાં આવેલા પાંચ સ ને લઈને કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપીને નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અક્ષય કુમારે જણાવ્યું હતું કે તેમની પાસે ચાર સ હતા હતા. પરંતુ સ્વજનનો પાંચમો સ નમ્રમુનિ મહારાજે તેમને આપ્યો છે જેથી તેઓ ખાસ તેમના આભારી છે અને તેને કારણે જ આજે સ્વયમ જન્મદિવસની શુભકામના પાઠવવા માટે જુનાગઢ આવ્યા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *