તાપીમાં આંગડિયા પેઢીની કાર પર સશસ્ત્ર લૂંટ

Featured Video Play Icon
Spread the love

તાપીમાં આંગડિયા પેઢીની કાર પર સશસ્ત્ર લૂંટ
બંદૂકની અણીએ કર્મચારીઓનું અપહરણ કરી 50 હજારની લૂંટ,
18 લાખનો મુદ્દામાલ સાથે 8 આરોપી ઝડપાયા
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા

ઉચ્છલ તાલુકામાં આવેલ નારણપુર ગામમાં નિઝર સ્ટેટ હાઇવે નંબર 80 ઉપર નારણપુર બ્રિજથી નારણપુર ગામ તરફ જતા ઉચ્છલ ખાતે આંગણીયા કંપનીના અનિલભાઈ કાંતિભાઈ પટેલ ઓના સાથે લૂંટનો ગુનો બન્યો હતો જેના. આરોપીઓ રામા માંગીલાલ બિશ્નોઇ, વિક્રમસિંહ બુરરસિંગ દેવડા, ભરતભાઈ જમનાભાઈ પટેલ, સુબાભાઈ ઉકાજીભાઈ રાજપુત, વશરામભાઈ જગાભાઈ ચૌધરી, મોદીસિંહ બહાદુરસિંહ વાઘેલા, નાગજીભાઈ લસાજી ભાઈ રબારી, માલાભાઈ શબણાજી રબારી જેવોને તાપી પોલીસ એ પકડી પાડ્યું હતુંઅને અગાઉ પણ ધણા બધા ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે આ આરોપીઓ પર

ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં નિજર સ્ટેટ હાઇવે નંબર 80 ઉપર નારણપુર બ્રિજથી નારણપુર ગામ તરફ જતા 200 મીટર દૂર ઉચ્છલ ખાતે આંગણીયા કંપનીના અનિલભાઈ કાંતિભાઈ પટેલ જેવો મૂળ રહેવાસી સુરતના છે તેઓ પોતાની સ્કોર્પિયો ફોરવીલર ગાડી કેટલાક ઈસમો લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીની ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી હતી જેમાં અલગ અલગ પોઇન્ટો અને નાકાબંધી ગોઠવી હાઇવે પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પિયો ફોરવીલર ગાડી માં 8 ઈસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ scorpio કારની આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી તથા પાછળ એક સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર કાર પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા ફરિયાદી મળી આવતા તેમને પૂછપરછ કરી હતી જેમાં આઠ એક આરોપીઓ હોવાનું સામને આવ્યું હતું. જેમાં વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસે બંદૂકની નોક પર 50,000 રૂપિયા રોકડ રકમની લૂંટ લઈ પોતાને અહીં છોડીને નાશી ગયેલા હતા આરોપીઓની જેવી હકીકત મળતા પોલીસે તેઓને પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવ્યું હતું અને ગુનામાં સંડોવાયેલ ઉપરોક્ત fortuner કાર તથા swift dzire કાર સતત તપાસ રહી પ્રથમ fortuner ગાડી ગુનામાં ચાર આરોપીઓ સાથે પકડી અને ત્યારબાદ બીજી swift dzire કાર ને ગુનામાં સંકળાયેલ બીજા ચાર આરોપીઓને પકડી પાડ્યું હતું.અને આરોપીય પાસેથી એક પિસ્તોલ મળી હતી જેમાં કુલ 18,24,000 નો ઘાટનો ગંભીર ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *