સુરત : ગુજરાતમાં 100થી વધુ આઇપીએસ અધિકારીઓની બદલી કરાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત : ગુજરાતમાં 100થી વધુ આઇપીએસ અધિકારીઓની બદલી કરાઈ
ખેડાના ડીએસપી રાજેશ ગઢીયાની સુરત જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક
રાજેશ ગઢિયા સુરત જિલ્લા ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા
રાજેશ ગઢિયાનું સુરત સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું

સુરત જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરાયેલ રાજેશ ગઢિયા નું સુરત સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.

થોડા દિવસ અગાઉ રાજ્યમાં 100 થી વધુ IPS અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં ખેડા જિલ્લામાં SP તરીકે ફરજ બજાવતા રાજેશ ગઢિયા ને સુરત જિલ્લાના SP તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે રાજેશ ગઢિયા નું સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ દ્વારા સુરત સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે SP રાજેશ ગઢિયા થોડા વર્ષો અગાઉ સુરત જિલ્લા DYSP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે . જેથી તેઓ સારી રીતે સુરત જિલ્લા થી વાકેફ છે. સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને ,શાંતિ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી બન્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *