સુરત : અમરોલીમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર બિલ્ડરની ધરપક
કિશોર ડાયાણીએ કેફી પીણુ પિવડાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો
સુરતની અમરોલી પોલીસે સગીરા પર ફાર્મ હાઉસમાં જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ બિલ્ડરને ઝડપી પાડ્યો છે.
સુરનતા અમરોલી વિસ્તારમાં રહેતા ઝારખંડના શ્રમિક પરિવારની 16 વર્ષિય સગીરા માતા સાથે એમ્બ્રોઈડરીનુ કામ કરે છે અને આ પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે રહેતો હોય જ્યાં મુળ ભાવનગરની અને હાલ ભરૂચ ખાતે રહેતા ભાવના બાબરીયા સાથે તેઓની ઓળખાણ થઈ હતી તો ગત 12મી જુલાઈના રોજ ભાવના અમરોલી આવી હતી અને ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલુ સંબંધ હોવાથી શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી જ્યાંથી સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી અને સગીરાને ફસાવી ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી જ્યાં નરાધમ બિલ્ડર કાપોદ્રા ખાતે રહેતા કિશોર ડાયાણીએ કેફી પીણુ પિવડાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે મામલે બિલ્ડર ભાગતો ફરતો હોય જેને અમરોલી પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
