સુરત ગ્રામ્યની માંડવી પોલીસની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્યની માંડવી પોલીસની કાર્યવાહી
પોલીસે એસી ચોરી કરનાર 4 આરોપીઓને પકડી પાડ્યો
પોલીસે 1,63,200નો મુદ્દામાલ કબજે કર્યો

સુરત ગ્રામ્યની માંડવી પોલીસે કરંજ ગામની સીમમાં એસી ચોરી કરનાર કુલ ૦૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

પોલીસે શંકાસ્પદ ઓટોરિક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષાચાલક કીમ-માંડવી રોડ પરથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પકડી પાડ્યો હતો. રિક્ષામાંથી ક્રુઝ અને લોયડ કંપનીના એસી, રિમોટ અને પાઇપ મળી આવ્યા હતા. આરોપીઓએ કબૂલ્યું કે આ મુદ્દામાલ 11 ઓગસ્ટ 2025ના રોજ સલાસર નહેર પાસેની તનિષ્કા ડેવલોપર્સની ઓફિસ અને કરંજ ગામની ભાગ્યલક્ષ્મી રેસીડેન્સીની ઓફિસમાંથી ચોરી કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મોહમદ જાવેદ જાકીર મલેક, અબ્દુલ રહેમાન સલીમ શૈખ, મોહમદ સાહિલ મોહમદ સાદિક મલેક અને જુબેર રજાકભાઈ અડવાણીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,63,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ક્રુઝ કંપનીનું એસી (રૂ. 28,200), લોયડ કંપનીનું એસી (રૂ. 35,000), ઓટો રિક્ષા (રૂ. 80,000) અને 4 મોબાઇલ ફોન (રૂ. 20,000)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *