અમદાવાદ નિકોલમાં અસામાજિક તત્વોના આતંક મુદ્દે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ નિકોલમાં અસામાજિક તત્વોના આતંક મુદ્દે કાર્યવાહી
કારમાં જતા પરિવાર પર હુમલો કરનારા તત્વો સામે ફરિયાદ
હુમલાની ઘટનામાં નિકોલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

રક્ષાબંધનના પર્વ પહેલા પરિવાર પર લુખ્ખા તત્વોના હુમલાની ઘટનામાં નિકોલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, આરોપીઓએ માત્ર એકટીવાને ટક્કર વાગવા જેવી સામાન્ય વાતમાં ફરિયાદી પરિવાર સાથે મારામારી કરી હતી. જે મામલે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ હતી. શું હતો સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.

પોલીસની પકડમાં ઊભેલા આ આરોપીઓ કેતન વાઘેલા, હર્ષ પટેલ, હેનીલ પટેલ છે. જેમણે એક્ટિવાને ટક્કર મારવા જેવી સામાન્ય વાતમાં પરિવાર સાથે મારામારી કરી હતી. રક્ષાબંધનના પર્વના પહેલા ફરિયાદી પરિવાર ખરીદી કરવા માટે નીકળ્યો હતો. આ દરમ્યાન તેમની કારની સામાન્ય ટક્કર એક એક્ટિવા ચાલક સાથે થઈ હતી, જેના પછી કાર ચાલકે માફી માગી ત્યાંથી રવાના થયા હતા. જો કે આરોપીઓએ ત્યારબાદ તેના મિત્રોને બોલાવી કાર ચાલકને હેરાન કરવાનું ચાલું રાખ્યું હતું અને નિકોલ રિંગરોડ પર કાર ચાલકને થોભાવી તેની ગાડીના કાચ તોડી ફરિયાદીની પત્ની સાથે અભદ્ર વર્તન કરી મારામારી કરી હતી. એટલેથી વાત અટકી ન હતી આ ઘટના બાદ આરોપીઓએ કાર લઈને પરિવારજનોનો પીછો કર્યો હતો, જેનાથી ઘભરાયેલા પરિવારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નિકોલ વિસ્તારમાં થયેલી મારામારી બાબતે કુલ 13 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી નિકોલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. નામદાર કોર્ટ દ્વારા એક આરોપીને જામીન આપવામાં આવ્યા છે, જ્યારે ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓ હાલ રિમાન્ડ ઉપર છે. આ ઘટના બાદ જ્યારે ફરિયાદી યુવક તેની પત્ની સાથે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યો, ત્યારે આરોપીઓનું ટોળું પણ પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યું હતું અને ફરિયાદીને ધમકાવી રહ્યા હતા. આ ઘટના દરમિયાન ફરિયાદી યુવકના બંને સંતાનો પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા. જેને ધ્યાને લઈ નિકોલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ તો નિકોલ પોલીસે ઘટનામાં સંડોવાયેલા અને ફરાર 9 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સાથે જ મારામારી કરવા માટે એકટીવાને ટક્કર જ જવાબદાર હતી કે અન્ય કોઈ અદાવત હતી તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *